A comparative study of the speed and circulatory respiratory endurance of urban and rural students
શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2021.v06.i11.003Keywords:
Urban and rural students, 50 meters running, 600 meters running, ‘t’ testAbstract
The purpose of this research study was to make a comparative study of the speed and circulatory respiratory endurance of urban and rural students. In this research study, the students studying in the Faculty of Physical Education and Sports Science, Sadra were selected as subjects. Male Students aged 17 to 21 were selected as subjects in this research study. In this research study, students studying in the second year of BPES were selected as subjects. In this research study, 15 rural male students and 15 urban male students were randomly selected as subjects. In the measurement standards, speed was measured 50 meters by running test and circulatory resilience was measured by 600 meters running test. The differences between the mediators were validated at 0.05 level by applying the ‘t’ test on the information obtained. The findings of which were as follows. There was a significant difference in the 50 meters running test between the group of rural and urban students. Thus, it can be said that the urban student group was found to be superior in speed than the rural student group. There was no significant difference in the 600 meters running test between the rural and urban student groups. It can be said that both groups had similarities in circulatory respiratory endurance.
Abstract in Gujarati Language:
આ સંશોધન અભ્યાસનો હેતુ શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસમાં શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા, સાદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 17 થી 21 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં બી.પી.ઈ.એસ.ના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 15 ગ્રામીણ વિદ્યાર્થી ભાઈઓ અને 15 શહેરી વિદ્યાર્થી ભાઈઓને યદ્દચ્છ પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણોમાં ઝડપનું માપન 50 વાર દોડ કસોટી અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનું માપન 600 વાર દોડ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત કરેલ માહિતી પર ‘t’ ટેસ્ટ લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે 50 વાર દોડ કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો હતો. આથી કહી શકાય કે ગ્રામીણ વિદ્યાર્થી જૂથ કરતાં શહેરી વિદ્યાર્થી જૂથ ઝડપમાં ચઢિયાતું જોવા મળ્યું હતું. ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે 600 વાર દોડ કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો ન હતો. આથી કહી શકાય કે બંને જૂથ રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિમાં સમાનતા ધરાવતા હતા.
Metrics
Downloads
Published
How to Cite
Issue
Section
License
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).